bhajanhindi

Vaishnav Jan To Tene Kahiye Je

Artist: Lata Mangeshkar

Share:

Vaishnav Jan To Tene Kahiye Je

Tap to play

Lyrics with Meaning

View lyrics page →

Original

વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે પર દુ:ખે ઉપકાર કરે તો યે, મન અભિમાન ન આણે વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે

Verse 2

Original

સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે વાચ, કાછ મન નિશ્ચલ રાખે ધન-ધન જનની તેની રે

Verse 3

Original

વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે

Verse 4

Original

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે

Verse 5

Original

વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે

Verse 6

Original

મોહ, માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે

Verse 7

Original

વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે

Verse 8

Original

વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યાં રે ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે

Verse 9

Original

વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે પર દુ:ખે ઉપકાર કરે તો યે, મન અભિમાન ન આણે વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે

Lata Mangeshkar

Bhajan

Get the daily panchang & festival updates

Join our free newsletter, no spam, unsubscribe anytime.